રાજકોટ: ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે હવે રાજકોટમાં પણ ચાંદીપુરા વાયરસનો વધી રહ્યો છે. રાજકોટમાં હાલ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 6 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 2 દર્દીઓના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે, જયારે 4 દર્દીઓમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા છે.ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસની સંખ્યા 125થી વધારે થઈ ગઈ છે. જયારે રાજ્યભરમાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસથી 48 લોકોના મૃત્યુ થયા છે. ત્યારે હવે રાજકોટમાં પણ શંકસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ વધી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, હાલમાં રાજકોટમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 6 દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે 6માંથી 2 દર્દીઓના ચાંદીપુરા વાયરસના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. જયારે અન્ય 4 દર્દીઓમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા છે.રાજકોટમાં ચાંદીપુરા વાયરસને લઈને એક ચોંકાવનારી વાત પણ સામે આવી છે. અત્યાર સુધી એવું સામે આવી રહ્યું હતું કે ચાંદીપુરા વાયરસનો ભય મોટાભાગે 10 વર્ષ સુધીના બાળકોને જ રહેલો છે. પરંતુ રાજકોટમાં એક 18 વર્ષીય યુવાનમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. 18 વર્ષના યુવાનમાં ચાંદીપુરા વાયરસના લક્ષણ મળી આવ્યા બાદ તેને સિવિલ હોસ્પિટલના ખાસ વોર્ડમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે. આ યુવાન વાંકાનેરનો રહેવાસી છે, જે 20 દિવસ પહેલા દ્વારકા અને તરણેતર ગયો હોવાનું પણ સામે આવ્યું છે.ત્યારે હવે બાળકો બાદ મોટા લોકોમાં પણ ચાંદીપુરા વાયરસને લઈને ભય ફેલાયો છે. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના દર્દીઓને હાલમાં રાજકોટની સિવિલ હોસ્પિટલના ખાસ વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ત્યારે હવે બાળકો સિવાય કોઈ મોટી વ્યક્તિમાં પણ ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે.
Check Also
ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ
અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …