ભૂસ્તરશાસ્ત્રી અને ફ્લાયિંગ સ્ક્વોર્ડની સંયુક્ત કાર્યવાહી : રોયલ્ટી વિના ચાઇનાક્લે ખનિજ વહન કરતી ચાર ટ્રકો પકડાઈ

by JAYENDRA UPADHYAY
0 comments

લાકડીયા
કલેક્ટરશ્રી, કચ્છના માર્ગદર્શન હેઠળ અને સૂચના અનુસાર ભૂસ્તરશાસ્ત્રી, પૂર્વ કચ્છ તેમજ ફ્લાયિંગ સ્ક્વોર્ડ, કચ્છ દ્વારા સંયુક્ત તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી. તપાસ દરમ્યાન લાકડીયા પોલીસ સ્ટેશનની હદમાંથી રોયલ્ટી પાસ વિના ચાઇનાક્લે ખનિજ વહન કરતી કુલ ચાર ટ્રકો ઝડપવામાં આવી.
સદર તપાસ દરમ્યાન પકડાયેલ ચારેય ટ્રકોને સીઝ કરવામાં આવી છે તથા આશરે રૂ. ૯૦ લાખનો મુદ્દામાલ લાખડીયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
સીસીપીઆર મુજબ આ મામલે કાયદેસરની આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. ખનિજ ચોરી અટકાવવા માટે જિલ્લામાં સતત ચાંપતી નજર રાખી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

You may also like

Leave a Comment