તાઇવાન નવા રાષ્ટ્રપતિ લાઈ ચિંગ-તે પદ સંભાળે એના 2 દિવસ પહેલાં જ દેશની સંસદમાં શુક્રવારે સાંસદો વચ્ચે ખૂબ જ મારપીટ થઈ. આ દરમિયાન સાંસદોએ એકબીજાને લાત-મુક્કા પણ માર્યા. થોડા સાંસદો તો સ્પીકરની સીટ પર પણ ચઢી ગયા. તેઓ એકબીજાને ખેંચી-ખેંચીને મારપીટ કરતા જોવા મળ્યા. આ દરમિયાન એક સાંસદ સદનમાંથી એક બિલ સાથે જોડાયેલા દસ્તાવેજ લઇને ભાગી ગયો.તાઇવાનની સંસદમાં એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. એના હેઠળ સરકારના કામકાજ પર નજર રાખવા માટે વિપક્ષી સાંસદોને વધારે પાવર આપવાની વાત કહેવામાં આવી છે. આ સિવાય સંસદમાં ખોટું નિવેદન આપવા પર સરકારી અધિકારીઓ પર ક્રિમિનલ કેસ નોંધવામાં આવ્યો છે.અલઝઝીરા પ્રમાણે, આ બિલ પર વોટિંગના ઠીક પહેલા નવા રાષ્ટ્રપતિ ચિંગ તેની ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (DPP)અને ચીન સમર્થક વિપક્ષની કુમેન્તાંગ (KMT) પાર્ટીના લોકો વચ્ચે ઝઘડો થઈ ગયો. જ્યારે સાંસદ સદનમાં પહોંચ્યા ત્યારે તેઓ એકબીજા પર ઝઘડો કરવાનો આરોપ લગાવવા લાગ્યા.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …