શ્રી સાગર સાંબડા નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ તથા સર્કલ પોલીસ ઈન્સ્પેકટર નાઓના માર્ગદર્શન અનવ્યે અરસામાં જોધપરવાંઢ અને કાનમેર ગામ વચ્ચે આવેલ ઘુડખર અભ્યારણ વિસ્તારમાં જુના મીઠાના કારખાના પાસે
રણમાં આ કામેના આરોપીઓએ ફરીયાદીને જાતી અપમાનીત કરી આ જુના મીઠાના કારખાના વાળી જગ્યા ખાલી કરી નાખજે નહીતર જાનથી મારી નાખીશુ તેવી ઘમકી આપી મનફાવે તેવી ભુડી ગાળો બોલી જાનથી મારી
નાખવાના ઇરાદે આરોપીઓ પોતાના પાસેની બંદુકમાંથી ફાયરીંગ કરી સાહેદોને શરીરે ઇજા પહોચાડી ફરીયાદીને લાકડી વડે મુઢમાર તેમજ ફેકચર જેવી ઇજાઓ કરી તેમજ ઘારીયા તેમજ લોખડના પાઇપ હથીયાર ઘારણ કરી
ગુનાને અંજામ આપેલ હોય જેથી આ બનાવ અંગે સામખીયાળી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ હોય અને આ કામેની તપાસ શ્રી સાગર સાંબડા સાહેબ મ્હે.નાયબ પોલીસ અધીક્ષક સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓ
ચલાવતા હોય ગુનાની ગંભીરતા લઈ આરોપી પકડવા શ્રી સાગર બાગમાર પોલીસ અધીક્ષક પુર્વ કચ્છ ગાંધીધામ નાઓએ ગુના કામેના આરોપીઓને પકડવા અલગ અલગ ૧૨ ટીમો બનાવી આપેલ સુચના અનવ્યે શ્રી સાગર
સાંબડા નાયબ પોલીસ અધીક્ષક ભચાઉ નાઓના માર્ગદર્શન તેમજ સુચનાથી હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે ગુના કામેના આરોપીઓને ગણતરીના કલાકોમા પકડી પાડી નામદાર કોર્ટમા રજુ કરી દિન-૦૭ ના
પોલીસ રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …