આજ ના સમય મા લોકો ને છેતરવા માટે અનેક ભેજાબાજ અવનવા કિમીયા કરી લોકોને છેતરી રહ્યા છે અને લોકો ને શિશા મા ઉતારી ઠગાઇ કરી રહ્યા છે ત્યારે આવા તત્વો સામે કાર્યવાહી કરવા માટે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા
પૂર્વ કચ્છ જિલ્લાના તમામ શહેર તથા ગામડાઓમાં વિવિધ ધંધા-વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સાથે છેતરપીંડી અથવા ઠગાઈ થયેલ હોય અને ભોગ બનનાર તેની મુકતમને રજૂઆત કરી હતી તે માટે દરેક નાગરિકોને જિલ્લા પોલીસ વડા એ પોલીસ ની મદદરૂપ થવા માટે ખાતરી આપી હતી , પૂર્વ કચ્છ જિલ્લા મા લોકોની રૂબરૂ રજૂઆત સાંભળવા આજરોજ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર દ્વારા પોલીસ અધિક્ષકની કચેરી, ગાંધીધામ ખાતે આયોજન ક૨વામાં આવેલ હતું જેમાં પૂર્વ કચ્છ ના શહેરીજનો તથા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભોગ બનનાર મુકત મને જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરવા જોડાયા હતા અરજદારો દ્વારા જે રજૂઆત ક૨વામાં આવી હતી તેમની યોગ્ય કાર્યવાહી ક૨વામાં આવશે.તેમ પોલીસ વડા સાગર બાગમાર એ એક મુલાકાતમાં જણાવ્યું હતું
આજે ચાલીસ થી પચાસ જેટલા લોકો પોતાની સાથે થયેલી છેતરપિંડી અને ઠગાઈ વિશ્ર્વાસધાત માટે રજૂઆત કરવામાં આવ્યા હતા