બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદથી દેશમાં સતત ઉથલપાથલ ચાલી રહી છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશથી શરણ લીધાના ત્રણ મહિના બાદ તેમની પાર્ટી અવામી લીગ આજે ઢાકામાં વર્તમાન વચગાળાની સરકાર સામે જોરદાર વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે, જેને ધ્યાનમાં રાખીને વચગાળાની યુનુસ સરકારે સેનાને રસ્તા પર ઉતારી દીધી છે. આ દરમિયાન પોલીસે ઢાકામાં અવામી લીગના કાર્યકરો અને સમર્થકો સામે કડક કાર્યવાહી કરી છે. બાંગ્લાદેશ સેનાએ આજે તેમના પ્રદર્શન પહેલા સેંકડો કાર્યકરોની ધરપકડ કરી લીધી છે.પાર્ટી સમર્થકો અને ભૂગર્ભમાં ઉતરી ગયેલા નેતા ઢાકાના ગુલિસ્તાન, ઝીરો પોઈન્ટ, નૂર હુસૈન સ્ક્વેર વિસ્તારોમાં રસ્તા પર ઉતરશે. પોતાના નેતાઓને ખોટી રીતે ફસાવવા, સ્ટુડન્ટ વિંગ પર પ્રતિબંધ લગાવવા અને AL કાર્યકરોને હેરાન કરવા માટે અવામી લીગ દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.પાર્ટી સમર્થકો અને ભૂગર્ભમાં ઉતરી ગયેલા નેતા ઢાકાના ગુલિસ્તાન, ઝીરો પોઈન્ટ, નૂર હુસૈન સ્ક્વેર વિસ્તારોમાં રસ્તા પર ઉતરશે. પોતાના નેતાઓને ખોટી રીતે ફસાવવા, સ્ટુડન્ટ વિંગ પર પ્રતિબંધ લગાવવા અને AL કાર્યકરોને હેરાન કરવા માટે અવામી લીગ દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.દરમિયાન, સરકારના વિવિધ વિભાગે ચેતવણી આપી છે કે અવામી લીગને વિરોધ માર્ચનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. વચગાળાના સરકારના મુખ્ય સલાહકાર પ્રેસ સચિવ શફીકુલ આલમે શનિવારે બપોરે 12:10 વાગ્યે તેમના વેરિફાઈડ ફેસબુક પેજ પર કહ્યું, “આવામી લીગ હાલમાં એક ફાસીવાદી પાર્ટી છે. આ ફાસીવાદી પાર્ટીને બાંગ્લાદેશમાં કોઈ વિરોધ કાર્યક્રમ કરવાની પરવાનગી આપવાનો કોઈ પ્રશ્ન જ નથી ઉઠતો.” તેમણે આ પોસ્ટમાં આગળ લખ્યું, “આવામી લીગ તેના વર્તમાન સ્વરૂપમાં એક ફાસીવાદી પાર્ટી છે. જે કોઈ પણ નરસંહાર અને સરમુખત્યાર શેખ હસીનાના આદેશ પર રેલીઓ, સભાઓ અને સરઘસોનું આયોજન કરવાનો પ્રયાસ કરશે, તેને કાયદા અને સુરક્ષા દળોના સંપૂર્ણ બળનો સામનો કરવો પડશે.”