હાલ દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડા ફોડતા સમયે અનેક દુર્ઘટના સર્જાય તેના વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવતા હોય છે. આવો જ એક વિડીયો આંધ્રપ્રદેશથી સામે આવ્યો છે. વાસ્તવમાં આંધ્રપ્રદેશના એલુરુ શહેરમાં ગુરુવારે ટુ-વ્હીલર પર રાખેલા ફટાકડા વિસ્ફોટ થતાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે બે વ્યક્તિઓ દિવાળીની ઉજવણી માટે ખરીદેલા ફટાકડા ભરેલી થેલી લઈને જઈ રહ્યા હતા.એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર બેગમાં હાથથી બનાવેલા ફટાકડા (ઓનિયન બોમ્બ) અને અન્ય ફટાકડા હતા જે રસ્તા પર પડ્યા બાદ વિસ્ફોટ થયો હતો. જેના કારણે બાઇક સવારનું મોત નીપજ્યું હતું જ્યારે બાઇક સવાર અને રોડ પર ઉભેલા અન્ય બે લોકો ઘાયલ થયા હતા. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.પોલીસના જણાવ્યા અનુસાર વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, ટુ-વ્હીલર સવારના પગ અને શરીરના અન્ય ભાગોને નુકસાન થયું હતું. સ્થાનિક ટેલિવિઝન ચેનલો દ્વારા પ્રસારિત કરાયેલી ઘટનાના સીસીટીવી ફૂટેજમાં વિસ્ફોટ અને કેટલાક લોકો ભાગતા જોવા મળ્યા હતા જ્યારે આ વિસ્તારમાં ધૂળ ફેલાઈ હતી. એક અહેવાલ અનુસાર બાઇક સ્થાનિક મંદિર પાસે ખાડામાં પડી હતી અને ‘બોમ્બ’ પડ્યા હતા અને વિસ્ફોટ થયો હતો. મૃતક બાઇક સવારની ઓળખ સુધાકર તરીકે થઇ છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના સંદર્ભે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …