ભુજ, મંગળવાર
મોરબી જિલ્લાના માળીયા ખાતે આવેલ મચ્છુડેમ ઓવરફ્લો થવાથી ડેમના દરવાજા ખોલવામાં આવેલ હોવાથી ઓવરફલો પાણી સામખીયારી અમદાવાદ હાઇવે રોડ ઉપર, હરીપર ખીરઈ તા-માળીયા મીયાણા રોડ ઉપર પાણી રોડ ઉપર ફળી વળેલું હોવાથી માળીયા હાઈવે રોડ આજરોજ તા-૨૭/૦૮/૨૦૨૪ થી આશરે ૩૬ કલાક સુધી ડાયવર્ઝન રાખેલ છે. જેથી કચ્છ જિલ્લામાંથી અમદાવાદ તરફ જતા તમામ વાહનના ચાલકોને અપીલ કરવામાં આવે છે કે, સામખીયારી ચામુંડા હોટલ પરથી ડાયવર્ઝન આપેલો હોવાથી રાઘનપુર પાલનપુર રોડનો ઉપયોગ ક૨વા પૂર્વ કચ્છ પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.