જામનગરમાં ફરી જર્જરિત બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થતા 1 વ્યક્તિનું મોત નિપજ્યું હતું. સાધનાં કોલોની આવાસનું 3 માળની બિલ્ડીંગનો ભાગ અચાનક ધરાશાયી થયો હતો. બિલ્ડિંગનો ભાગ ઘસી પડતા કાટમાલમાં ફસાયેલા વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ફાયરનાં જવાનોએ કાટમાળ હટાવી વ્યક્તિને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો. સારવાર દરમ્યાન ઘાયલ વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ગત વર્ષે આ વિસ્તારમાં બિલ્ડીંગ ધરાશાયી થવાથી 3 લોકોનાં મોત થયા હતા.આ સમગ્ર બાબતે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનાં કમિશ્નર ડી.એન.મોદીએ જણાવ્યું હતું કે, આજ રોજ સાધનાં કોલોની તરીકે ઓળખાતા ગુજરાત હાઉસિંગ બોર્ડે વર્ષો પહેલા બાંધેલા બ્લોક્સ પૈકીનો એક બ્લોક વહેલી સવારે તૂટ્યો છે. ત્યારે ચોમાસાની શરૂઆત પહેલા જ આ સમગ્ર મકાન ખાલી કરાવી દીધેલ હતા. જેથી મોટી દુર્ધટના ટળી છે. ત્યારે રાત્રે એક અજાણી વ્યક્તિ આશ્રય માટે આવેલ હતી. જેને ગંભીર ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. બાકીનો સમગ્ર બ્લોક ખાલી હતો. જેથી કોઈ મોટી દુર્ઘટનાં સર્જાવા પામી નથી. તેમજ આજુબાજુનાં ભયજનક ગણાતા બિલ્ડીંગોને પણ ખાલી કરાવવામાં આવી રહ્યા છે. તેમજ તોડવાની કાર્યવાહી ચાલુ છે.
Check Also
ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ
અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …