વાપીમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ પર ફાયરિંગ કરાયુ હતું. વહેલી સવારે બનેલી ફાયરિંગની ઘટનામાં શૈલેષ પટેલનું મોત નિપજ્યું છે. શૈલેષ પટેલ પરિવાર સાથે દર્શન કરવા ગયા હતા ત્યારે બે બાઈક પર આવેલા શખ્સોએ ફાયરિંગ કર્યુ હતું. જૂની અદાવતમાં હત્યા કરાઈ હોવાની આશંકા છે. સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
શૈલેશ પટેલ વાપીમાં ભાજપના તાલુકા ઉપપ્રમુખ છે. પોતાના પરિવાર સાથે વહેલી સવારે મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યારે પત્ની દર્શન કરતી હતી અને તેઓ નીચે રાહ જોતા હતા. તે દરમિયાન બાઈક પર આવેલા ચાર શખ્સોએ ઉપ પ્રમુખ પર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. અજાણ્યા શખ્સોએ તેમના પર ઘડાધડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરીને બાઇક પર આવેલા શખ્સો ફરાર થઈ ગયા હતા. જેથી તેઓને ત્રણ ગોળી વાગતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.