5 દિવસ બાદ ગરમીના પ્રમાણમાં વધારો થશે. તેમજ 3 થી 5 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. મોટાભાગના જીલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રી ઉપર રહેશે. 9 મે થી અમદાવાદમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે, અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રી રહેવાની શક્યતા છે.
અંબાલાલ પટેલ દ્વારા પણ આગામી દિવસોમાં ગુજરાતમાં આકરી ગરમી પડવાની આગાહી કરવામાં આવી રહી છે. આ સાથે તેમણે ચોમાસા અંગે સારા સંકેતો આપ્યા છે. તેમણે પ્રકૃતિમાં થઈ રહેલા ફેરફારોને જોતા ચોમાસાના સારા ચિહ્નો દેખાઈ રહ્યા હોવાનું પણ જણાવ્યું છે.
સોમવારે ગરમીના આંકડાની વાત કરીએ તો, સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી, અમરેલીમાં 40.8 ડિગ્રી, અમદાવાદમાં. 40.5 ડિગ્રી, રાજકોટમાં 40.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બાકીના સ્થળે 35થી 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.