વડોદરામાં રાહત અને બચાવની કામગીરીના સંકલન માટે કલેક્ટર તંત્રમાં ખાસ સેલ ઉભો કરાયો

by JAYENDRA UPADHYAY
0 comments

વડોદરા શહેરમાં આવેલી પડેલી વિભિષિકામાં રાહત અને બચાવ કામગીરીનું સંકલન કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓના ધાડા વડોદરા ઉતારવામાં આવ્યા છે. પ્રભારી સચિવ શ્રી વિનોદ રાવે વડોદરા શહેરમાં મુકામ કરી તેમના મ્યુનિસિપલ કમિશનર તરીકાના અનુભવોથી માર્ગદર્શન આપી રહ્યા છે. બીજી તરફ, મુખ્યમંત્રીશ્રીના ખાસ ફરજ પરના અધિકારી શ્રી અતુલ ગોરને પણ વહીવટી તંત્રની મદદ માટે વડોદરા મોકલવામાં આવ્યા છે.

કલેક્ટર તંત્રમાં ફરિયાદોના નિરાકરણ માટે નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિની નિગરાનીમાં એક ખાસ સેલ ઉભો કરવામાં આવ્યો છે. કલેક્ટર શ્રી બિજલ શાહે પણ વધારાના અધિકારીઓને આપત્તિ વ્યવસ્થાપનને લગતી ફજર સોંપણીના આદેશ જારી કર્યા છે.

ખાસ કરીને વરસાદનો જોર ઘટ્યા બાદ નુકસાનીનો તાગ મેળવવા માટે ૨૨ અધિકારીઓની કલેક્ટરશ્રી દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે. દરમિયાન, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વિવેક ટાંકને ડિઝાસ્ટર શાખામાં સંકલનની જવાબદારી સોંપવામાં આવી છે.

You may also like

Leave a Comment