માનવાધિકાર તપાસમાં ખુલાસો થયો હતો કે અમેરિકી જેલો ઉદ્યોગ બની ગઈ છે. કેદીઓ પાસે કામ કરાવી દર વર્ષે 11 બિલિયન ડૉલર એટલે કે 91 હજાર કરોડ રૂ.ની કમાણી કરે છે. જોકે કેદીઓને ફક્ત એક કલાકના કામનો પગાર ચૂકવાય છે. તેમની વર્ષની લઘુત્તમ મજૂરી 450 ડૉલર નક્કી કરાઈ છે જે બહારની દુનિયાના લઘુત્તમ પગાર સામે શૂન્ય બરાબર છે.
સરહદ પાર કરી ઘૂસણખોરી કરવાના મોટા ભાગના કેસમાં કેદીઓને એક વર્ષમાં જામીન મળી જાય છે. પણ અનેકવાર કેદી વકીલનો ખર્ચ ભોગવી શકતા નથી એટલા માટે તે જેલમાં જ સબડે છે. આ વર્ષે ધરપકડ કરાયેલા 60 હજારમાંથી 40 હજાર ભારતીયોને જામીન મળી ગયા પણ 20 હજાર હજુ જેલોમાં કેદ છે.