કચ્‍છ જિલ્‍લામાં ૩૧મી જાન્યુઆરી-૨૦૨૩ સુધી હથિયારબંધી

ભુજ, મંગળવારઃ

જાન્યુઆરી-૨૦૨૩માં કચ્છ જિલ્લામાં યોજાનાર ધાર્મિક તહેવારો/મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી નજરે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે સાવચેતીના પગલાંરૂપે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૭ (૧) અન્‍વયે અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી મિતેશ પંડયાએ તેમને મળેલ અધિકારની રૂએ તા.૩૧/૦૧/૨૦૨૩ સુધી સમગ્ર કચ્છ જિલ્‍લામાં હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે.
આ જાહેરનામા અન્‍વયે હથિયાર લઇ જવાની ફરજ હોય, પરવાનગી આપી હોય કે અધિકૃત કરી હોય તે સિવાયની કોઇ વ્‍યકિત જાહેરનામાનો કોઇપણ ખંડનો ભંગ કરનાર અથવા ઉલ્‍લંઘન કરનારને ઓછામાં ઓછી ૪ માસની અને વધુમાં વધુ ૧ વર્ષની સજા થશે. આ ઉપરાંત ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫ (૧) મુજબ દંડની સજા થશે.

About JAYENDRA UPADHYAY

Check Also

ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ

બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?