ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી વધારવામાં આવી છે. જે બાદ મેટ્રો ટ્રેન દર 12 મિનિટે મળી રહેશે. જેથી ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને મોટી રાહત મળશે. મેટ્રો ટ્રેનની ફ્રિક્વન્સીમાં વધારો કરાતા ટ્રીપની સંખ્યા પણ 35 ટકા વધી જશે. મહત્વનું છે કે, અગાઉ પીક અવર્સ પર દર 15 મિનિટે મેટ્રો ટ્રેન મળતી હતી.
