ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર (73 વર્ષ)ને દિલ્હી એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે મોડી રાત્રે ગભરામણ અને છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. તે પછી, તેમને રવિવારે સવારે લગભગ 2 વાગ્યે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.PTIના જણાવ્યા મુજબ, તેઓ હાલમાં કાર્ડિયોલોજી વિભાગના વડા ડો. રાજીવ નારંગની દેખરેખ હેઠળ ક્રિટિકલ કેર યુનિટ (CCU)માં છે. તેમની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે. સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા પોતે એઇમ્સમાં તેમની તબિયતની ખબર કાઢવા પહોંચ્યા છે.માહિતી અનુસાર, તેમની હાલત સ્થિર છે અને તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. ડોક્ટરોની એક ટીમ તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ ધનખરને એઇમ્સમાં દાખલ કર્યા પછી તરત જ તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી અને એઇમ્સ પહોંચ્યા.
