Breaking News

નશાબંધી અને આબકારી ખાતા દ્વારા કંડલા ખાતે કામદાર સંમેલન યોજીને નશામુકત ભારતના સ્વપ્નને સાકાર કરવા સમજ અપાઇ

વિશ્વભરમાં ૨૬ જૂનના International Day against Drug Abuse and illicit Trafficking દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ૨૬ જૂનના રોજ International Day against Drug Abuse and illicit Trafficking દિવસ ઉજવણીના ભાગરૂપે કચ્છ જિલ્લામાં નશાકારક ડ્રગ્સની ભયાનક અસરો સામે જનજાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું.
આ અભિયાન અંતર્ગત નાગરિકો અને ખાસ કરીને યુવાનોને ડ્રગ્સની ખરાબ અસરો બાબતે માહિતી અને માર્ગદર્શન આપીને “નશામુક્ત ભારત “ના સ્વપ્નને સાકાર કરવા કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અનુસંધાને રૂષાન ફાર્મા લી, કાસેઝ, કંડલા ખાતે કામદાર સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં કચ્છ અતિથિ વિશેષ તરીકે જિલ્લાના ભૂતપૂર્વ સાંસદ શ્રીમતી પૂનમબેન જાટ, કચ્છ જિલ્લાના કામદાર યુનિયનના પ્રમુખ અને જિલ્લાના અગ્રણી વેલજીભાઈ જાટ, નશાબંધી અને આબકારી ખાતાના અધિક્ષકશ્રી ટી.એન.ધામેચા, રૂષાન ફાર્માના જનરલ મેજનરશ્રી રાજેશભાઈ તથા કંપનીના કામદારો તેમજ કચ્છ જિલ્લાની નશાબંધી અને આબકારી ખાતાની ટીમ હાજર રહી હતી.
કાર્યક્રમમાં નશાબંધી અન આબકારી ખાતાના અધિક્ષકશ્રી દ્વારા 26 th June,2024 International Day against Drug Abuse and Illicit Trafficking વિષય ઉપર તથા નશાકારક માદક દ્રવ્યોના સેવનથી શરીર, પરિવાર અને સમાજ પર થતાં નુકશાન વિષે સમજ આપવામાં આવી હતી. જિલ્લાના કામદાર યુનિયનના પ્રમુખ વેલજીભાઈ જાટે માદક દ્રવ્યો, દારૂ અને અન્ય વ્યસનના દૂષણો વિષે સરકારશ્રી દ્વારા કરાયેલી વિવિધ પરિણામલક્ષી પ્રયાસોની સરાહના કરી અને કામદારોને સંબંધીત કાયદાઓ તેમજ ભંગ બદલ ગંભીરતા દાખવવા સમજ આપી હતી.
કાર્યક્રમના અતિથિ વિશેષ ભૂતપૂર્વ સાંસદ શ્રીમતી પૂનમબેન જાટે સાંસદ સમયના કાર્યકાળ દરમિયાન કરેલા વિવિધ દેશોના પ્રવાસ દરમિયાન માદક દ્રવ્યોની આડ અસરો તથા માદક દ્રવ્યોના વ્યસનથી કેવી રીતે મુક્ત થવાય અને નશા મુકિત કેન્દ્રોની મુલાકાતથી કેવી રીતે પુનઃ જીવન મેળવી શકાય તે વિષે જાણકારી આપી હતી.
આ પ્રસંગે કામદારોને માદક દ્રવ્યોથી દૂર રહેવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. કાર્યક્રમના અતંમાં રૂષાન ફાર્માના જનરલ મેનેજરશ્રી રાજેશભાઈ દ્વારા નશાકારક માદક દ્રવ્યોથી દૂર રહેવા સમજ આપીને આભાર વિધિ કરવામાં આવી હતી.

About JAYENDRA UPADHYAY

Check Also

માંડવી શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો

કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે મામલતદારની નિમણૂક કરાઈ જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તા.૨૬/૦૬/૨૦૨૪થી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?