દેશના અનેક વિસ્તારોમાં ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે. રાજધાની દિલ્હીમાં ગઈકાલે શુક્રવારે પહેલા વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે હવામાન વિભાગે પશ્ચિમી ભારતમાં સતત ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત 28,29 અને 30 જૂન સુધી ઉત્તર-પશ્ચિમી વિસ્તારોમાં આવું જ વાતાવરણ રહી શકે છે.IMD એ મધ્ય ગુજરાત પર સાયક્લોન સર્ક્યુલેશનની ચેતવણી આપી છે, તેના પ્રભાવ હેઠળ 29 જૂનથી 1 જુલાઈ સુધી કોસ્ટલ કર્ણાટક, ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2-3 દિવસ દરમિયાન પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ચંદીગઢ, જમ્મુ, ઉત્તરાખંડ, પંજાબ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવાની સ્થિતિ છે અનુકૂળ રહેવાની અપેક્ષા.
