નવી દિલ્હી: દિલ્હીના કથિત શરાબ કૌભાંડ સાથે જોડાયેલ મની લોન્ડ્રીંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. રાઉઝ એવન્યૂ કોર્ટે સીએમ કેજરીવાલને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.આપને જણાવી દઈએ કે, દિલ્હીની હટાવી દીધેલા શરાબ નીતિ કૌભાંડમાં જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સીબીઆઈ અધિકારી શનિવારે રાઉઝ એવન્યૂ કોર્ટ લઈને પહોંચ્યા હતા. સીબીઆઈએ કોર્ટને જણાવ્યું કે, તેને હવે સીએમ અરવિંદ કેજરીવાલના રિમાન્ડ નથી જોઈતા. સાથે જ તપાસ એજન્સીએ કોર્ટ પાસેથી સીએમ અરવિંદ કેજરીવાલને ન્યાયિક ધરપકડમાં મોકલવામાં વાત કહી. કોર્ટે સીબીઆઈની માગ પર વિચાર કરતા સીએમ કેજરીવાલને ન્યાયિક ધરપકડમાં મોકલી દીધા છે.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …