નબળી પ્રિમોન્સૂન કામગીરીને લઇ પહેલા વરસાદે જ સુરતને બાનમાં લીધું છે.. વહેલી સવારથી ભારે વરસાદ બાદ શહેર ઠેર-ઠેરા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે.સુરતના મોટાભાગના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. મજુરા ગેટ, અખંડાનંદ કોલેજ સહિત વેડ રોડ પર પાણી જ પાણી છે.. સુરત સિવિલ હોસ્પિટલ પાસેનો સમગ્ર રોડ પાણીમાં ડૂબેલો જોવા મળ્યો હતો. અડાજણ, રાંદેર, અઠવાગેટ, પીપલોદમાં પણ ભારે વરસાદને લઇ હાલાકી સર્જાઇ હતી.શરૂઆતમાં શરૂઆતી વરસાદે જ કોર્પોરેશની નબળી પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાંખી છે. રસ્તાઓ પર પાણી ભરાતાં વાહનચાલકો અને રાહદારીઓ અટવાયા હતા. શહેરના અનેક રસ્તાઓ જળમગ્ન થતાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
