નવી દિલ્હીઃ ભારતે T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં સાઉથ આફ્રિકાને 7 રને હરાવીને ICC T20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ જીતી લીધું છે. આ સાથે ભારતે રોહિત શર્માની કપ્તાનીમાં T20 વર્લ્ડ કપનું બીજું ટાઇટલ જીત્યું છે. એમએસ ધોનીએ ટી20 વર્લ્ડ કપ 2007માં ભારતને પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. હવે ફરી એકવાર ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન બની છે.આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. ભારતે આપેલા 177 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 169 રનમાં સમેટાઈ ગઈ હતી અને 7 રનથી મેચ હારી ગઈ હતી. આ મેચનો પ્લેયર ઓફ ધ મેચ વિરાટ કોહલી રહ્યો છે.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …