બનાસકાંઠા જીલ્લામાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા 3 યુવાનોનાં મોત
JAYENDRA UPADHYAY
October 6, 2024
OUR GUJARAT NEWS
68 Views
બનાસકાંઠા જીલ્લામાં મોડી રાત્રે કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈક પર સવાર 4 પૈકી 3 યુવાનોનાં મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ કાર ચાલક કાર મુકી ફરાર થઈ ગયો હતો. પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી.બનાસકાંઠાનાં ધાનેરાનાં ખીંમત પાસે મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માકમાં બાઈક પર સવાર 4 પૈકી 3 યુવાનોનાં મોત નિપજ્યા હતા. ત્યારે અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.નેશનલ હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં યુવાનોનાં મોત નિપજતા ગ્રામજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ત્યારે સર્જાયેલા અકસ્માતમાં 3 યુવાનોનાં મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માત બાદ ચાલક કાર મુકી ફરાર થઈ ગયો હતો.