ગાંધીનગર
ગાંધીનગર જીલ્લામાં પોલીસ દ્વારા પ્રોહી-જુગારની બદીને નાથવા માટે વ્યાપક કોબીંગ હાથ ધરવામાં આવેલ છે ત્યારે ગઇકાલે પેથાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ફતેપુરા ત્રણ રસ્તા પાસે એક મહીન્દ્રા કારનો ફીલ્મી ઢબે પીછો કરીને લોકલ ક્રાઇમબ્રાન્ચે ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડ્યો છે.
આ અંગે મળતી વિગતો મુજબ એલસીબી-1ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ.જે.ચૌહાણ તેમની ટીમ સાથે ગાંધીનગર જીલ્લામાં પેટ્રોલીંગમાં હતા ત્યારે ફતેપુરા ત્રણ રસ્તા ખાતે આવતા સાથેના પોલીસ કોન્સ્ટેબલ જયદિપસિંહ વિક્રમસિંહ તથા રાજેન્દ્રસિંહ પ્રવિણસિંહને મળેલી સંયુક્ત બાતમીના આધારે એક સફેદ કલરની મહિન્દ્રા એક્સયુવી 500 ગાડી નં.જી.જે.18 બીસી 7377માં ભારતીય બનાવટનો વિદેશીદારુનો જથ્થો ભરીને આવેલ જેનો પીછો કરીને અનોડીયા ત્રણ રસ્તા ખાતેથી ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારુની બોટલો તથા બીયર ટીન કુલ નંગ-547 કીંમત રુ.2,18,265 તથા મહીન્દ્રા એક્સયુવી ગાડી કીંમત રુપીયા 5,00,000 તથા મોબાઇલ ફોન -1 કીંમત રુપીયા 10,000 મળીને કુલ રુ.7,28,265ના મુદામાલ સાથે આરોપી મયુર દિનેશજી કમલાજી મીણા ઉ.વ.20 રે.બીલખ તા.રુષભદેવ જી.ઉદયપુર રાજસ્થાન વાળાને પકડી પાડેલ છે.
