કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં લોકાયુક્તના દરોડામાં ભાજપના ધારાસભ્યના ઘરમાંથી લગભગ છ કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. વાસ્તવમાં આ અગાઉ લોકાયુક્તે ધારાસભ્ય મદલ વિરુપક્ષપ્પાના પુત્રને 40 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો હતો. ત્યારબાદ તેમની ઓફિસ અને ધારાસભ્યના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ભાજપના ધારાસભ્યના પુત્રની લોકાયુક્ત દ્ધારા ધરપકડ કરવામાં આવી છે
લોકાયુક્ત દ્વારા મોડી રાત્રે કરાયેલા દરોડામાં બીજેપી ધારાસભ્ય મદલ વિરુપક્ષપ્પાના ઘરેથી 6 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ સિવાય ધારાસભ્યના પુત્ર પ્રશાંત મદલની ઓફિસમાંથી 1.7 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. હવે ધારાસભ્યની પણ પૂછપરછ માટે લોકાયુક્ત કચેરી દ્વારા સમન્સ જાહેર કરવામાં આવી શકે છે.