અમદાવાદ શહેરમાં વાહન ચાલકોને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવેથી ટ્રાફિકના 16 જેટલા નિયમોનો ભંગ કરવા બદલ વાહનચાલકના ઘરે ઈ-મેમો મોકલવામાં આવશે. આ માટે શહેરમાં 130 ટ્રાફિક સિગ્નલો પર 6200 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે પહેલા માત્ર ટ્રાફિકના 3 નિયમો તોડનારાને ઈ-મેમો આવતા હતા.
અમદાવાદમાં રિક્ષામાં નિયમ કરતા વધારે પેસેન્જર હશેઆ ઉપરાંત જો વાહનોમાં HSRP સિવાયની નંબર પ્લેટ લગાવી હશે તો પણ ઈ-મેમો આવશે. 2 કરતા વધારે લોકો ટુ વ્હિલર પર સવાર હશે, ગતિ મર્યાદા નહીં હોય તો ઈ-મેમો આવશે. સાથે જ રોડ પર આડેધડ પાર્કિંગ અને નો-પાર્કિંગ ઝોનમાં કરનારા વાહનચાલકોને ઈ-મેમો ફટકારવામાં આવશે.
તો પણ ઈ-મેમો આવશે. વધુમાં વાત કરીએ તો રિક્ષામાં ડ્રાઈવર સીટ પર પેસેન્જર બેઠા હશે તો પણ ઈ-મેમો આવશે. BRTS કોરિડોરમાં વાહન ચલાવશો તો ઈ-મેમો આવશે. ફોર વ્હિલરમાં કાળા કાચ અથવા તો ડાર્ક ફિલ્મ લગાવેલી હશે તો ઈ-મેમો આવશે. ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલ ફોન પર વાત કરતા હશો તો ઈ-મેમો આવશે.