રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. માર્ચ મહિનો જાણે ચોમાસાની શરુઆત હોય તે રીતે પસાર થયા બાદ માર્ચમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વરસાદની અને વાતાવરણમાં આવી રહેલા પલટાની સીધી અસર ખેડૂતો પર પડી રહી છે. પાકને નુકસાન થયાની ફરિયાદો ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે.
તારીખ 5મી એપ્રિલે હવામાન વિભાગે રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા સાબરકાંઠા અને બનાસકાંઠામાં હળવા વરસાદની સાથે થંડરસ્ટ્રોમ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. આ જ દિવસે કચ્છની સાથે દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.