ભાવનગરના તાંત્રિક કશ્યપ બાપુએ બે યુવાન સંતાનોની માતાને ત્રણ વર્ષ પત્ની બનાવીને રાખીને વારંવાર દુષ્કર્મ ગુજાર્યો છે. શહેરના ગોત્રી વિસ્તારમાં તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ મહિલાએ નોંધાવી છે. જે બાદ ગોત્રી પોલીસે આરોપી પતિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. તમારે કપડાં કાઢવા પડશે પછી પૈસાનો વરસાદ થશે એમ કહી તાંત્રિકે મહિલાને વિશ્વાસમાં લીધી હતી.
ફેબુ્રઆરી 2020માં હું મારા પિતાને ત્યાં ગઇ ત્યારે પિતાના એક મિત્રએ આ તાંત્રિક સાથે મળાવી હતી. એ ભાઇએ મને બીજા દિવસે ખોડિયાર નગર બોલાવી જ્યોતિષ કશ્યપ બાપુ સાથે પરિચય કરાવ્યો હતો. ત્રીજા દિવસે કશ્યપ બાપુએ ફોન કરીને એક દિવસ રોકાવાની વ્યવસ્થા કરવાનું જણાવ્યુ હતુ. જેથી હું તે તાંત્રિકને ગોત્રી તળાવ નજીક રહેતા મારા માનેલા ભાઇને ત્યાં લઇ ગઇ હતી. કશ્યપે સાંજે મને જમવાનું લઇ બોલાવી હતી અને તમારી એક વિધિ કરવી પડશે તેમ કહી મારા ભાઇને બહાર મોકલ્યો હતો.
કશ્યપે મારા બંને હાથ પકડી લક્ષ્મીનું બંધારણ છે, નડતર દૂર કરવા કપડાં કાઢવા પડશે તેમ કહ્યુ હતુ. પરંતુ આ સાંભળતા મેં વિરોધ કર્યો હતો અને તેણે કહ્યું કે, વિધિ તો ચાલુ થઇ ગઇ છે. હું કહું છું તેમ નહિં કરો તો બીજી વસ્તુઓ તમારા શરીરમાં આવી જશે. જેથી મેં કપડાં કાઢતાં તેણે મારી પર બળાત્કાર ગુજાર્યો હતો.