આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ શંકાસ્પદ તાવના કેસની પરિસ્થિતિને લઈને આવતીકાલે કચ્છની મુલાકાતે

by JAYENDRA UPADHYAY
0 comments

કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસની પરિસ્થિતિને લઈને આવતીકાલે તા. ૧૧/૦૯/૨૦૨૪ના રોજ આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ કચ્છ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. આરોગ્ય મંત્રીશ્રી સાથે કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનશેરિયા પણ આ મુલાકાત દરમિયાન ઉપસ્થિત રહેશે. આરોગ્ય મંત્રીશ્રી અને પ્રભારીમંત્રીશ્રી કચ્છ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ તેમજ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજીને લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસની સ્થિતિની સમીક્ષા કરશે. આ ઉપરાંત કચ્છ જિલ્લામાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ અને તબીબી માળખાકીય સુવિધાઓ અંગે બેઠકમાં સમીક્ષા કરાશે. આ બેઠક બાદ આરોગ્ય મંત્રીશ્રી અને પ્રભારીમંત્રીશ્રી કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા વિસ્તારોની જાત મુલાકાત લઈને આરોગ્યની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરશે.

You may also like

Leave a Comment