આકાશમાંથી આગના ગોળા વરસરશે. હવામાન ખાતાની આગાહી મુજબ, આગામી 4 દિવસ રાજ્યમાં 40થી 41 ડિગ્રી ગરમી પડશે. રાજ્યના લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. તાપમાનનો પારો 41 ડિગ્રીથી વધુ રહેવાની સંભાવના નથી. તેથી લોકોને કાળઝાળ ગરમીમાં શેકાવવુ પડશે. આગામી 2 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થશે.
હવામાન ખાતાના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી 5 દિવસ રાજ્યના વાતાવરણમાં કોઈ ખાસ ફેરફાર નહીં જોવા મળે. 5 દિવસ દરમ્યાન મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહિ થાય તાપમાનનો પારો 40 થી 41 ડિગ્રી આસપાસ રહેશે. ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં તાપમાન 40 થી 41 ડિગ્રી આસપાસ રહેશે.