સુરતની શિક્ષિકા વિદ્યાર્થીને લઈને હોટલમાં શારીરિક સંબંધ બાંધ્યાનો ખુલાસો

by JAYENDRA UPADHYAY
0 comments

સુરત: સુરત શહેરના પુણાગામ વિસ્તારમાંથી લાપતા થયેલા 11 વર્ષીય વિદ્યાર્થી અને 23 વર્ષીય શિક્ષિકા સાડાચાર દિવસ બાદ પોલીસે પકડી પાડ્યા છે. શિક્ષિકા અને વિદ્યાર્થીએ સુરતથી વડોદરા, અમદાવાદ, જયપુર, દિલ્હી અને વૃંદાવન સુધી 2200 કિ.મી.નો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન શિક્ષિકાએ જુદા જુદા સ્થળોએ રોકાણ કરીને વિદ્યાર્થીનું શારીરિક શોષણ કર્યું હોવાનું ખુલાસો થયો છે.પુણા પોલીસ સ્ટેશનમાં 25 એપ્રિલના રોજ વિદ્યાર્થીના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે CCTVમાં વિદ્યાર્થીને શિક્ષિકા સાથે જતો જોયો હતો. મોબાઈલ લોકેશન ટ્રેસ કરતાં બંનેને રાજસ્થાન બોર્ડર નજીક શામળાજી પાસેથી ચાલુ બસમાંથી પકડી પાડ્યા હતા.ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને સુરત શહેરના ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, શિક્ષિકાના નિવેદનમાં વિદ્યાર્થીનું શારીરિક શોષણ કરવાની કબૂલાત કરી છે. પોલીસે શિક્ષિકા વિરુદ્ધ પોક્સો અને BNS કલમ 127 હેઠળ કેસ નોંધ્યો છે. બંનેનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.નોંધનીય છે કે, શિક્ષિકાએ 25 એપ્રિલે બપોરે વિદ્યાર્થીને ભગાડ્યો હતો. શિક્ષિકાનો મોબાઈલ નંબર રેલવે સ્ટેશન પાસે બંધ થઈ ગયો હતો. રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડના સીસીટીવીમાં પણ બંને દેખાયા ન હતા. પોલીસને શિક્ષિકાનો બીજો મોબાઈલ નંબર મળ્યો, જેના આધારે તેને શોધી કાઢવામાં આવ્યા હતા.

You may also like

Leave a Comment