મુંબઈમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સેસ રેકેટનું સંચાલન એક ભોજપુરી અભિનેત્રી દ્વારા કરવામાં આવતું હતું. તેની ધરપકડ કરવામાં આવી છે. આ રેકેટનો પર્દાફાશ કરવા માટે પોલીસે ભોજપુરી અભિનેત્રી પાસે નકલી ગ્રાહક મોકલ્યો હતો. અભિનેત્રીએ વિવિધ મોડેલ્સના ફોટા બતાવી પૈસા લીધા અને પોલીસે તેની ધરપકડ કરી. પોલીસના જણાવ્યા અનુસાર, સુમન કુમારી નામની આ ભોજપુરી અભિનેત્રી હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટમાં દલાલ તરીકે કામ કરતી હતી.
રોયલ પામ હોટલમાં સેક્સ રેકેટની માહિતી મળી હતી. પોલીસે નકલી ગ્રાહકને ભોજપુરી અભિનેત્રી સુમન કુમારી પાસે મોકલ્યો હતો. સુમન કુમારીએ તે નકલી ગ્રાહક સાથે ડીલ કરી, જેમાં તેણે દરેક મોડલ માટે 50 થી 80 હજાર રૂપિયા માંગ્યા.
સુમન કુમારીએ નકલી પોલીસ ગ્રાહકને આરે કોલોની સ્થિત રોયલ પામ હોટલમાં મોકલ્યો હતો. મોડેલો અહીં પહેલેથી જ હાજર હતી. આ દરમિયાન પોલીસે સ્થળ પર પૈસા લેતા સુમન કુમારીની ધરપકડ કરી હતી. હોટલમાંથી 3 મોડલને પણ બચાવી લેવાઈ હતી.