મૂળ ખાવડના કાંધવાંઢનો અને હાલે ભુજના ભીડનાક બહાર રહેતો ચોરીનો આરોપી હાસમ ઉર્ફે હસિયો ઓસમાણ વાંઢા સામે ચોરી સહિત 15 ગુનાઓ કચ્છના વિવિધ પોલીસ મથકે નોંધાયેલા છે. એવા રીઢા ગુનેગારે સાથીઓ સાથે મળીને ભુજના સુમરાસર ગામથી કુનરીયા ગામ વચ્ચેના વાડી વિસ્તારમાં રાત્રીના સમયે અલગ-અલગ ઓરડીઓમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂાપીયા તેમજ બે મોબાઇલ ફોનની ચોરી કરી નાશી ગયા હતા. જે બનાવની ફરિયાદ માધાપર પોલીસ દફ્તરે નોંધાઈ હતી. દરમિયાન ચોરીની ઘટનાને અંજામ આપનાર આરોપી ને પશ્વિમ કચ્છ એલસીબીએ બાતમીના આધારે ઝડપી લઈ આગળની કાર્યવાહી માટે માધાપર પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો પશ્વિમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઇન્સ્પેકટર એસએન ચુડાસમાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટિમ ભુજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા તથા રાજેન્દ્રસિંહ રાઠોડને સયુકત રીતે મળેલી બાતમીના આધારે “માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ ઇસમ કમાલ કલાધાર રાયશી રહે. ભીંરડીયારા તા.ભુજ વાળો તથા તેની સાથે અન્ય બે વ્યકતિ મળી કુલ ત્રણ વ્યક્તિઓ મહારૂદ્રાણી હોટલ પાસે ઉભા છે. બાતમી આધારે તપાસ કરતા મજકુર કમાલ કલાધાર રાયશી, હાસમ ઉર્ફે હાસીયો ઓસમાણ વાઢા અને અલી ગુલામહુશેન ઉર્ફે હાજીગુલી જત મળી આવ્યા હતા. આરોપીઓની યુક્તિ-પ્રયુક્તીથી પુછપરછ કરતા તેમણે કેફિયત આપી હતી કે તેઓ ત્રણેય સાથે મળી સુમરાસર ગામથી કુનરીયા ગામ વચ્ચે આવેલ વાડી વિસ્તારમાં રાત્રીના સમયે અલગ-અલગ ઓરડીઓમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂાપીયા તથા બે મોબાઇલ ફોનની ચોરી કરેલ અને આ સોના-ચાંદીના દાગીના છગન સોની તથા દીપક સોનીની મારૂતી નંદન જવેલર્સ, નખત્રાણામાં વેંચી દીધા હોવાની કબુલાત આપી હતી. મજકુર ઇસમોને આગળની કાર્યવાહી માટે માધાપર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવ્યા હતા.