મહેસાણા જીલ્લાના વડનગર, વિસનગર, ખેરાલુ તથા સતલાસણા વિસ્તારમાં કેટલીક સંગઠીત ગેંગો ધ્વારા સમગ્ર ભારતમાં શેરબજારમાં રોકાણ કરવા ઇચ્છતા લોકોને ટાર્ગેટ કરી શેરબજારની ટ્રેડીંગ કંપનીઓના એજન્ટ બની શેરબજારમાં નફો (પ્રોફીટ) કમાવવાની ટીપ્સ આપવાની લાલચ આપી તેઓ પાસેથી નક્કી કરેલ બેન્ક એકાઉન્ટોમાં પૈસા નખાવી તે પૈસાની છેતરપીંડી કરતી અલગ-અલગ ગેંગના કુલ – ૨૯ આરોપીઓને પકડી ડબ્બા ટ્રેડીંગ ગે.કા. પ્રવૃતિનો પર્દાફાશ સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ તથા ગાંધીનગર તથા મહેસાણા જીલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.
મહેસાણા જીલ્લાના વડનગર, વિસનગર, ખેરાલુ તથા સતલાસણા વિસ્તારમાં સંગઠીત ગેંગો ધ્વારા સમગ્ર ભારતમાં શેરબજારમાં રોકાણ કરવા ઇચ્છતા લોકોને ટાર્ગેટ કરી શેરબજારમાં નફો (પ્રોફીટ) કમાવી આપવાની ટીપ્સ આપવાની લાલચ આપી તેઓ પાસે શેરબજારના નામે અલગ- અલગ બેન્ક એકાઉન્ટોમાં પૈસા નખાવી તે પૈસા ઓનલાઇન ટ્રાન્જેકશન, એ.ટી.એમ. વિડ્રોલ, ચેકથી ઉપાડી છેતરપીંડી આચરતી અલગ-અલગ ગેંગ સક્રીય હોય અને તે અંગે વડનગર, વિસનગર, ખેરાલુ તથા સતલાસણા પો.સ્ટે. માં ગુના તથા જાણવા જોગ દાખલ થયેલ હોઇ અને આવી ગેર કાયદેસરનીપ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા તેમજ તપાસમાં એકસૂત્રતા જળવાઇ રહે તે સારૂ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર નાઓ દ્વારા ગાંધીનગર ડિવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ડી.ટી. ગોહીલ સાહેબની અધ્યક્ષતામાં એક ખાસ સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની (તપાસ સીટ) ની રચના કરવામાં આવેલ.
તપાસ ટીમ ગાંધીનગર રેન્જના ડી.આઇ.જી.પી.શ્રી, વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા ગાંધીનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી, રવિ તેજા વાસમશેકી નાઓના સીધા માર્ગદરશન હેઠળ પ્રથમ વડનગર સ્માર્ટ પો.સ્ટે. દાખલ થયેલ પાર્ટ એ-ગુ.ર.નં. ૧૧૨૦૬૦૭૩૨૪૦૪૩૦/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૧૬(૫), ૩૧૯(૨), ૩૧૮(૨), ૩૧૮(૪), ૬૧(૨) મુજબના ગુનાની ઉંડાણપુર્વક તપાસ હાથ ધરેલ તેમજ સાથો-સાથ આવા શેરબજારના ટ્રેડીંગના ઓથા હેઠળ છેતરપીંડી કરવા બાબતેની મહેસાણા જીલ્લાના અલગ-અલગ પો.સ્ટે. દાખલ થયેલ કુલ-૧૨ જાણવા જોગનો અભ્યાસ કરી ઉંડાણપુર્વક તપાસ હાથ ધરવામાં આવેલ તે પૈકી કુલ-૩ જાણવા જોગના કામે કુલ- ૧૯ ઇસમો વિરૂધ્ધ નામજોગ ગુન્હા દાખલ કરી કુલ-૫આરોપીને અટક કરી નામદાર કોર્ટમાં રજુ કરી વધુ તપાસ અર્થે દિન-૫ ના રીમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરેલ. તેમજ ગઇકાલ રોજ શેરબજારના નામે છેતરપીંડી કરતી ગેન્ગ ગાંધીનગર જીલ્લાના સાંતેજ પો.સ્ટે. વિસ્તારના દંતાલી ગામની સીમમાં એકાદ અઢવાડીયાથી સક્રીય થયેલ હોવાની માહિતી આધારે રેઇડ કરી કુલ-૨૪ ઇસમોને પકડી ગુનો દાખલ કરાવેલ
આરોપીઓની મોડેસ ઓપરેન્ટીંગ:
છેલ્લા ઘણા સમયથી વડનગર, વિસનગર, ખેરાલુ તથા સતલાસણા વિસ્તારના યુવાનો ગેન્ગ બનાવી શેરબજારમાં રોકાણ કરવા ઇચ્છતા લોકોના મોબાઇલ નંબરો આપી તેઓની સાથે કોલ કરાવી કોલર તરીકે કેવી રીતે વાત કરવી તેવી ટ્રેનીંગ એકબીજાને આપી “ નમસ્તે સર આપ શેર માર્કેટ મે ટ્રેડીંગ કરના ચાહતે હો? હમ એન્જલ વન, માર્કેટ પલ્સ શેર કંપની કે એડવાઇઝર (કમીશન એજન્ટ) હે, હમ આપ કો શેર માર્કેટ મે પ્રોફીટ દિલા સકતે હે “ તેવી હિન્દીમાં વાત કરી લાલચ આપી નક્કી કરેલ બેન્ક એકાઉન્ટોમાં શેર બજારમાં ઇન્વેસ્ટના નામે લોકો પાસે પૈસા ટ્રાન્સફર કરાવી તે પૈસા બેન્ક એકાઉન્ટ માંથી અન્ય એકાઉન્ટમાં તથા સેલ્ફ ચેક તેમજ એ.ટી.એમ. થી મેળવી લઇ છેતરપીંડી કરતા હતા.પરંતુ તે બાદ આવી કોલર તરીકેની ટ્રેનીંગ લીધેલ યુવાનોએ સંગઠીત ગેન્ગો બનાવી ફરીથી આજ મોડેસ ઓપરેન્ડી (એમ.ઓ.) થી આ પ્રવૃતિ છેલ્લા દોઢેક વર્ષથી ચાલુ કરેલ છે. જેમાં કેટલાક ઇસમો દ્વારા સમગ્ર ટીમને ઓપરેટ કરવી તેમજ કેટલાક ઇસમો જરૂરીયાતમંદ વ્યક્તિઓને સરકારી સહાય અપાવવાના બહાને તેઓના બેન્ક એકાઉન્ટો મેળવી આપતા હોય છે અને કેટલાક ઇસમો ગ્રાહકોને કોલીંગ કરવા માટે ડમી સીમકાર્ડ લાવી આપતા હોય છે.આવા ફાઇનાન્સીયલ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ભોગ બનનાર સાહેદોની તપાસ હોઇ તેમજ સંબંધીત બેન્કો માંથી ખાતા ધારકોની માહિતી મેળવવાની તજવીજ ચાલુ હોઇ નાણાંકીય છેતરપીંડીની રકમનો આંકડો ખુબજ મોટો હોવાની શક્યતા નકારી શકાય નહી.પકડાયેલ આરોપીઓ મોટા ભાગે મોબાઇલ ફોન, લેપટોપનો ઉપયોગ કરતા હોઇ તેમજ નાણાં ટ્રાન્સફર માટે બેન્ક એકાઉન્ટો સિવાય ક્યુ-આર કોડ, એરટેલ પેમેન્ટ બેન્ક જેવી એપ્લીકેશનનો ઉપયોગ કરતા હોવાનુ ધ્યાને આવેલ હોઇ તે અંગે સાયબર એક્ષ્પર્ટ તથા એફ.એસ.એલ. ની મદદથી ડેટા રીકવર કરવાની તજવીજ ચાલુ છે.
તપાસમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ સક્રીય થતાં મહેસાણા જીલ્લામાં આવી શેરબજારના ઓથા હેઠળ ચાલતી ડબ્બા ટ્રેડીંગની પ્રવૃતિ કરતી એક સક્રિય ગેન્ગના સભ્યો પ્રિર્યશ ઉર્ફે પી.પી. સ/ઓ પ્રકાશભાઇ રાવળ તથા મીત પ્રકાશભાઇ રાવળ બન્ને રહે. વડનગર શહેર તા.વડનગર જી.મહેસાણા તથા નરેશજી કાંતીજી ઠાકોર વિસનગર શહેર,ફતેહ દરવાજા ત્યા. વિસનગરનાઓ મહેસાણા જીલ્લા વિસ્તારની હદ છોડી કલોલ તાલુકા દંતાલી ગામની સીમમાં ગ્રીનવુડ ફ્રેજ-૪, પ્રેરણાધામ નામનો શેડ ભાડે રાખી તેમાં કેટલાક ઇસમોને કોલર તરીકે બેસાડી શેરબજારના નામે લોકો સાથે છેતરપીંડી કરતા હોવાની ચોક્કસ બાતમી હકીકત એલ.સી.બી-૧, ગાંધીનગરને મળતાં સ્પે.ઇન્વે.ટીમના પો.ઇન્સ. ડી.બી.વાળા નાઓના માર્ગદર્શન હેઠળ રેઇડ માટે એક ખાસ ટીમ તૈયાર કરી રેઇડ કરતાં ફુલ-૨૪ ઇસમોને પકડી તેઓ પાસેથી મોબાઇલ ફોન નંગ – ૭૦, લેપટોપ નંગ – ૨, લેપટોપ ચાર્જર, કી બોર્ડ, પેન ડ્રાઇવ નંગ ૧, ચાર્જર નંગ – ૧૧, ઇન્ટરનેટ રાઉટર, રોકડ રકમ રૂા.૫,૦૦૦/-, ૨- હોન્ડા એક્ટીવા, ૨- ફોરવ્હીલર કાર, નાણાંના હિસાબ માટે રાખવામાં આવેલ નોટબુક, ચોપડા નંગ-૬ અને અલગ અલગ વ્યકિતઓના નામ, મેઇલ આઇડી કોન્ટેક્ટ નંબરની વિગત લખેલ છુટા કાગળો પેજ નંગ – ૬૭ તેમજ ડેબીટકાર્ડ, પાનકાર્ડ તેમજ અલગ અલગ કંપનીના સીમકાર્ડ કવર નંગ – ૨૮ માં રાખેલ કૂલ સીમકાર્ડ નંગ – ૩૨ મળી કૂલ રૂા.૧૫,૫૫,૫૦૦/- નો મુદ્દામાલ સ્થળ ઉપરથી મળી આવેલ. જે બાબતે સાયબર એક્સપર્ટની મદદથી ડેટા ડિલીટ થયેલ ડેટા રીકવર કરવાની તજવીજ ચાલુ છે.
આ સમગ્ર રેકેટ જોતાં આરોપીઓ બી.એમ.એન્ટર પ્રાઇઝ, રમેશ એન્ટર પ્રાઇઝ, હબ ઓફ બ્રોકરેઝીસ, બોકરેજ ફાર્મ, ઓમ એન્ટર પ્રાઇઝ, શ્રી સિધ્ધેશ્વરી નોવેલ્ટી એન્ડ ગારમેન્ટ, રોયલ MMM, આર.વી.એન્જીનીયરીંગ, કેશર એન્ટર પ્રાઇઝ જેવી અલગ-અલગ ફર્મ (પેઢી) ના કરન્ટ એકાઉન્ટ- બિઝનેશ એકાઉન્ટ તથા અલગ-અલગ વ્યક્તિઓના સેવિંગ એકાઉન્ટ મળી હાલ સુધી આશરે કુલ-૪૨ જેટલા બેન્ક એકાઉન્ટની વિગતો તપાસ દરમ્યાન મળી આવેલ છે. જે પૈકી ૧૯- બેન્ક એકાઉન્ટની માહિતી હાલ સુધી મળી આવેલ છે તેમાં કુલ આશરે રૂપિયા ૨૬,૬૫,૭૮,૪૭૧/- ( છવ્વીસ કરોડ પાસઠ લાખ ઇક્યોત્તેર હજાર ચારસો ઇકોત્તેર) ફ્રોડ કરી આરોપીઓએ ઓનલાઇન ટ્રાન્જેશનથી તેમજ રૂપિયા ૧,૧૫,૬૭,૦૩૦/- ( એક કરોડ પંદર લાખ છડસઠ હજાર ત્રીસ ) રૂપિયા આંગડીયા પેઢી મારફતે હવાલાથી અલગ-અલગ ભોગ બનનાર ગ્રાહકો પાસેથી મેળવી લીધેલ હોવાનુ જણાય છે. આરોપીઓ ગુજરાત તેમજ સમગ્ર ભારતના અલગ-અલગ રાજ્યો રાજસ્થાન, પંજાબ, હરીયાણા, મહારાષ્ટ્ર, આન્દ્રપ્રદેશ વિગેરે રાજ્યના લોકો સાથે આવી એમ.ઓ. થી છેતરપીંડી આચરતા હોઇ હાલ સુધી આશરે ૩૭- જેટલી ઓનલાઇન ફરીયાદ સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન -૧૯૩૦ ઉપર મળેલ છે તેમજ ગુજરાત બહાર ૨- એફ.આઇ.આર દાખલ થયેલ છે.
* આરોપીઓ પોતે માર્કેટ પલ્સ, એન્જલ વન, જીરોધા, ગ્રીન સ્ટોક એકવાઇઝરી, શ્યામ રીચર્સ કંપની રાજકોટ વિગેર અલગ-અલગ શેર માર્કેટ ટ્રેડીંગ કંપનીઓ તથા મોબાઇલ એપ્લીકેશનનો ઉપયોગ કરી આ કંપની એડવાયઝર ( કમીશન એજન્ટ) હોવાની ઓળખ આપી લોકોને શરેબજારના નામે રોકાણ કરાવી નફો ( પ્રોફીટ) કમાવી આપવાની લાલચ આપી લોકો પાસે બેન્ક મારફતે ઓનલાઇન ટ્રાન્જેક્શનો કરાવી તે નાણાં મેળવી લેતા હોવાનુ જણાઇ આવેલ છે.
મુખ્ય સુત્રધાર:-
આ તમામ ગુનાઓની તપાસમાં મુખ્ય સુત્રધાર તરીકે નીચે મુજબના આરોપીઓના નામ ખુલવા પામેલ છે,
(૧) નરેશજી કનુજી ઠાકોર રહે, સબલપુર, વડનગર
(૨) મૌલીકસિંહ માનસિંહ ચાવડા રહે, નવા ગામ તા. તલોદ
(૩) પ્રેર્યશ ઉર્ફે પી.પી. પ્રકાશભાઇ રાવળ રહે. વડનગર તા.વડનગર જી.મહેસાણા
(૪) મિત પ્રકાશભાઇ રાવળ રહે. વડનગર, તા.વડનગર જી.મહેસાણા
(૫) નરેશજી કાન્તીજી ઠાકોર રહે. વિસનગર શહેર, ફતેહ દરવાજા પાસે, તા.વિસનગર.
ઉપરોક્ત મૌલિક ચાવડાના અલગ-અલગ ફર્મ (પેઢી)ના બેન્ક એકાઉન્ટો દરેક ગુન્હાઓમાં કોમન ઉપયોગ થયેલ છે.