વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કચ્છ જિલ્લામાં ગાંધીધામ તાલુકાના પડાણા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જે અન્વયે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની ગ્રામજનોને જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ભાગરૂપે આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના તથા કિશાન ક્રેડિટ સહિતની યોજનાઓની ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંદેશો સાંભળ્યો હતો. ભારતની વિકાસ યાત્રાને પ્રદર્શિત કરતી પ્રદર્શન ફિલ્મ પણ સૌએ નિહાળી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામજનો વિકસિત ભારત માટેના શપથ લીધા હતા.
આ કાર્યક્રમ અન્વયે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાઓના સહાયની સાફલ્ય ગાથા રજૂ કરી હતી. આ સાથે લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ તથા શાળાના શિક્ષકશ્રીઓ સ્ટાફ તેમજ ગ્રામજનો જોડાયા હતા.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …