રાજ્ય સરકારના શૈક્ષણિક વિભાગે ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થી માટે નવા સત્રાના 15 દિવસની અંદર પરીક્ષા લેવામાં આવશે, જેમાં પાસ થઈને વિદ્યાર્થી વર્ગ બઢતી કરી શકશે
ધોરણ 9 તથા ધોરણ 11માં નાપાસ થયેલા વિદ્યાર્થી 15 દિવસમાં પુન: પરીક્ષા આપી શકશે, જેના પરીણામના આધારે આગળના વર્ષમાં ઉત્તીર્ણ થઈ શકશે. તેમજ પરિણામના આધારે વર્ગ બઢતી પણ અપાશે. જે મહત્વપૂર્ણ નિર્ણય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે.