પુણેમાં એક 14 વર્ષના છોકરાનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. આ બાળક મેદાનમાં ક્રિકેટ રમવા ગયો હતો. આ ઘટના પુણેના હડસપર વિસ્તારની છે અને બાળકનું નામ વેદાંત ધમણગાંવકર જણાવવામાં આવ્યું છે. ઉનાળાનું વેકેશન શરૂ થતાં જ વેદાંત તેના મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો. તે સમયે અચાનક તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, જેથી તેણે તેના પિતાને આ અંગે જાણ કરી હતી. તેના પિતાએ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો પરંતુ ત્યાંના ડોક્ટરોએ તેને બીજી હોસ્પિટલમાં જવાનું કહ્યું. બીજી હોસ્પિટલ પહોંચતા ત્યાંના ડોક્ટરોએ વેદાંતને મૃત જાહેર કર્યો. ડોક્ટરોએ જણાવ્યું કે વેદાંતનું મોત ગંભીર હાર્ટ એટેકના કારણે થયું હતું.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …