સુરતના ડીંડોલી વિસ્તારમાં બે જેટલા અસામાજિક તત્વો રસ્તા પરથી પસાર થતી કેટલીક યુવતીઓએ અટકાવી તેમની પાસે તેમના મોબાઈલ નંબરની માંગણી કરી હતી. આ યુવતી દ્વારા અસામાજિક તત્વોને મોબાઈલ નંબર આપવાની ના પાડતા તેમણે પોતાની પાસે રહેલું ચપ્પુ જેવું ઘાતક હથિયાર બતાવી આ યુવતીઓને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ જોતાં ગભરાયેલી યુવતીઓ ત્યાંથી ભાગી છૂટી હતી અને ઘરે પહોંચી પોતાના પરિવારને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
જે બાદ યુવતીઓનો પરિવાર ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ કરવા દોડી ગયું હતું. જ્યાં આ પ્રકારની ગંભીર ફરિયાદ હોવા છતાં પોલીસે ફરિયાદ ન લઇને માત્ર સામાન્ય અરજી લીધી હતી. આ સમગ્ર મામલાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે અસામાજિક તત્વોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.