મુંબઈ: મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક કેમિકલ ફેક્ટ્રીમાં આગ લાગવાના સમાચાર સામે આવી રહ્યા છે. ફેક્ટરીની અંદર બોયલર ફાટવાના કારણે ભીષણ વિસ્ફોટ થયો છે. જેની ગૂંજ આજુબાજુના વિસ્તારમાં કેટલાય કિમી સુધી સંભળાઈ. વિસ્ફોટ બાદ કેટલાય લોકો ફેક્ટરી અંદર ફસાયા હોવાની આશંકા છે. કહેવાય છે કે, આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે અને 45 જેટલા લોકો ઘાયલ થયા હોવાની વિગતો મળી રહી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, જોઈએ તો, આ વિસ્ફોટ થાણેના એમઆઈડીસી વિસ્તારના ફેઝ 2માં આવેલ ઓમેગા કેમિકલ ફેક્ટરીમાં થઈ છે. ફેક્ટરીની અંદર વિસ્ફોટ ત્યારે થયો, જ્યારે કેટલાય કર્મચારી ફેક્ટરીની અંદર કામ કરી રહ્યા હતા. બોયલરમાં ટેકનિકલી ખરાબીના કારણે વિસ્ફોટ થયો હોવાની વાત કહેવાય છે. આ વિસ્ફોટ ભીષણ અને આગ લાગવાની ખબર મળતા ફાયર અને પોલીસ વિભાગને સૂચના આપી. ઘટના સ્થળ પર પોલીસ અને ફાયર વિભાગ પહોંચી ગયું.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …