ભચાઉના કાગેશ્વર મહાદેવ મંદિર નજીક મોડી રાત્રે ભુજ તરફથી કોલસા ભરીને ભચાઉ બાજુ આવતી આઈસર ટેમ્પો ટ્રક સીએનજી લીક થવાથી આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગઈ હતી. ઘટનાની જાણ રાત્રે 2.30 કલાકે ભચાઉ
સુધારાઈ હસ્તકના ફાયર વિભાગને થતા અગ્નિશમન દળ તુરંત ઘટનાસ્થળે દોડી ગયું હતું અને વોટર બાઉઝર વડે સવારના 9 વાગ્યા સુધી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ બુઝાવના પ્રયાસો કર્યા હતા. સતત 6 થી 7
કલાક સુધી ફાયર વિભાગે આગને કાબુમાં લેવા જહેમત લીધી હતી. આ કામગીરીમાં પ્રવીણ દાફડા, કુલદીપ ગઢેર, શક્તિસિંહ ગોહિલ જોડાયા હતા. આગમાં લાખો રૂપિયાની આયશર ટ્રકમાં મોટી નુકશાની પહોંચી હતી. સદભાગ્યે
આ ઘટનામાં જાનહાની ટળી હતી.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …