ભચાઉ નગરની ભાગોળે આવેલા બોર્ડિંગ વાળા માર્ગે આજે સવારે નજીકની એસઆરપી કેમ્પસમાં રહેતા અને એએસઆઈ તરીકે ફરજ બજાવતા મૂળ ધોલેરાનાં 54 વર્ષીય વાસુદેવ જી ચુડાસમાં મૃત હાલતમાં મળી આવતા ભચાઉ પોલીસે તપાસ હાથ ધરી છે. પગપાળા જતા હતભાગીના મૃતદેહ પાસેથી બેકપેક પણ મળી આવી હતી.આ અંગે ભચાઉ પોલીસ દફતરના પીએસઓ અને પીએસઆઇ બાબુલાલ મિયોત્રા પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ એસઆરપી કેમ્પસથી બોર્ડિંગ વાળા રેલવે નાળા તફના માર્ગે આજે વહેલી સવારે એસઆરપીમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા વાસુદેવ ચુડાસમા નામના આધેડ માર્ગ પરથી મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભચાઉ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તબક્કે મરણ જનાર પીઠ ઉપર બેગ લટકાવી પગપાળા જતો હતો, તે દરમિયાન કોઇ કારણોસર આગળ તરફ મોઢાસમાં પડી જતા નાક અને મોઢાના ભાગે ઇજા થયેલી હાલતમાં મળી આવતા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. દરમિયાન હતભાગીને હૃદય રોગનો હુમલો આવ્યો છે કે અકસ્માતે પડી જતા મૃત્યું પામ્યા છે ? તે તપાસ બાદ બહાર આવશે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …