5 સપ્ટેમ્બરે બનેલી આ ઘટનામાં નશામાં ધૂત એક પ્રવાસીએ 8 વર્ષની બાળકી સાથે ગંદુ કામ કરવાનો પ્રયાસ કર્યો હતો. શખ્સે બાળકીને ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો.
મુંબઈથી લંડન જવા માટે 5 સપ્ટમ્બરે એક મહિલા તેના બે બાળકો, એક છોકરો અને 8 વર્ષની છોકરી-ને લઈને એર ઈન્ડીયાની ફ્લાઈટમાં બેઠી હતી. ફ્લાઈટમાં એક નશેડી પણ સફર કરી રહ્યો હતો. લંડન આવતા આવતા આ શખ્સે બરાબરનો દારુ પીધો હતો અને ભાન ભૂલી ગયો હતો અને સામેની સીટમાં બેઠેલી 8 વર્ષની બાળકીને ખોટી રીતે સ્પર્શ કરવા લાગ્યો હતો. તેનો ઈરાદો પારખી ગયેલી માતાએ હોબાળો મચાવ્યો હતો. બાળકની માતાએ એરલાઈન્સને કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પુત્ર, જે 20 વર્ષનો છે અને પુત્રી 8 વર્ષની છે, તેને ટાટા એર ઇન્ડિયાના કર્મચારીઓ દ્વારા વધુ પડતો દારૂ પીરસવામાં આવતા નશામાં ધૂત મુસાફર સાથે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે ફ્લાઇટ સ્ટાફે સમયસર જવાબ આપવો જોઈતો હતો, પરંતુ તેઓએ તેને હટાવવાની તસ્દી લીધી ન હતી. બાળક અને ભાઈ સૂતા હતા ત્યારે આ ઘટના બની હતી.