રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે T20 મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતનો વિજય થયો હતો. ભારતના વિજય બાદ ઉત્સાહમાં આવીને સ્ટેન્ડમાંથી એક યુવક ગ્રાઉન્ડમાં આવીને ભારતીય ખેલાડીઓ સુધી પહોંચી ગયો હતો. આ મામલે ઉનાના કોલેજીયન યુવાન સામે પડધરી પોલીસ મથકે ગુનો દાખલ થયો છે.
આ ઘટનાને પગલે ગ્રાઉન્ડ સિક્યોરિટી સુપરવાઈઝરે આ યુવક સામે ફરિયાદ નોંધાવી છે. ભારત-શ્રીલંકા વચ્ચે આંતરાષ્ટીય ક્રિકેટ મેચ ખંઢેરી સ્ટેડિયમ ખાતે ચાલતી હતી આ દરમિયાન બધા પ્રેક્ષકો મેચ જોતા હતા તે દરમિયાન એક પ્રેક્ષક બાઉન્ડ્રી લાઈન ઓળંગીને ગ્રાઉન્ડમાં ગેરકાયદેસર પ્રવેશ્યો હતો. સિક્યોરિટી સ્ટાફ દ્વારા યુવકને બહાર કઢાયો હતો. ત્યાર બાદ તેનું નામ પૂછતા અબ્બાસભાઈ હુસેનભાઈ ઉનડજા જણાવ્યું હતું અને તે મેચ જોવા રોજકોટ આવ્યો હતો.