મુન્દ્રા પોર્ટ MICT ટર્મિનલ નજીક મોટો અકસ્માત : વિશાળકાય જહાજ નમી જવાના કારણે અનેક કન્ટેનર દરિયામા ડૂબી ગયા

કચ્છનામુન્દ્રા નજીકના ખાનગી MICT પોર્ટ ખાતે આજે બપોરે એક જેટી પર લાંગરેલુ કાર્ગો જહાજ કોઈ કારણોસર અકસ્માતે નમી જવા પામ્યું છે. જેના કારણે જહાજમાં લોડ થયેલા કાર્ગો કન્ટેનર દરિયાના પાણીમાં પડી ગયા છે. પોર્ટ ખાતે સર્જાયેલી ઘટનાના પગલે પોર્ટ તંત્રમાં ભાગદોડ મચી ગઇ હતી અને નમી ગયેલા જહાજને યુદ્ધના ધોરણે સીધું કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. આ બનાવમાં કુલ કેટલા કન્ટેનર દરિયામાં પડી ગયા છે , તેની તપાસ પોર્ટ વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.

આ અંગે આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મુન્દ્રા નજીકના ડી.પી.વર્લ્ડ સંચાલિત MICT પોર્ટ ખાતે આજે શનિવાર બપોરે 2.30 વાગ્યાની આસપાસ જેટી પર લાંગરેલા સિયા એક્સપ્રેસ નામનું કાર્ગો વેસલ અચાનક એક તરફ નમી ગયું હતું. લોડ વેસલમાંથી અમુક કન્ટેનર કાર્ગો પાણીમાં પડી ગયા હતા. કુલ કેટલા કન્ટેનર પાણીમાં પડી ગયા છે તેની પોર્ટ તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે નમી ગયેલા પનામાં ફ્લેગ ધરાવતા જહાજને ક્રેનની મદદ વડે સીધું કરવાની કામગીરી તુરંત શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.

About JAYENDRA UPADHYAY

Check Also

ભૂજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા ભુલા પડી ગયેલ વૃધ્ધાને સોશિયલ મીડિયાના માધ્યમથી તેના પરિવાર સાથે થયું મિલન _

ગઈ તા:- ૨૬-૦૪-૨૦૨૪ ના રોજ એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »