ગુજરાત હાઈકોર્ટે આજરોજ રખડતા શ્વાન દ્વારા માણસોને કરડી ખાવાના વિષયમાં ટીપ્પણી કરી હતી. હાઈકોર્ટે જણાવ્યું હતું. આ સાથે હાઈકોર્ટે જીવદયા પ્રેમીઓને ટકોર કરતા કહ્યું હતું કે, તમે સ્ટ્રીટ ડોગને ખવડાવીને કાઢી મુકો છો, પછી એજ ડોગ બીજાને કરડે છે. જો કૂતરા પાળવાનો શોખ હોય તો પાંજરાપોળમાં જાવ.
શ્વાનના ત્રાસ મુદ્દે થયેલી માથાકૂટનો મુદ્દો કોર્ટમાં પહોંચતા ગુજરાત હાઈકોર્ટે આ સમગ્ર મામલે અવલોકન હાથ ધર્યું છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે, કુતરું કરડે અને માણસોનો જીવ જોખમાય તો જવાબદારી કોની?
આજરોજ સુરતમાં એક શ્વાનનો આતંક સામે આવ્યો હતો. એક શ્વાને નાની બાળકીને બચકુ ભર્યુ ભરતા બાળકી ઈજાગ્રસ્ત થઇ હતી. ફૂલપાડા વિસ્તારમાં આ સમગ્ર ઘટના બની હતી. ત્યારે હાલ બાળકીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાઈ છે