તિબેટીયન બજાર તરીકે ઓળખાતા સ્ટોલમાંથી લોકો મોટા ભાગે કપડાં ખરીદતા હોય છે. પરંતુ શું તમને ક્યારેય વિચાર આવ્યો કે ગરમ કપડાનું વેંચાણ કરવા આવતા આ લોકો શિયાળાની સિઝન પુરી થયા બાદ કયા જાય છે અને ક્યાં રહેં છે
પંજાબ, દિલ્હી અને લુધિયાના સહિતના સ્થળોએ આ ગરમ કપડાં બને છે. અમે ત્યાંથી લઈને આવી વહેંચવા આવીએ છીએ.
જેઓ બૌધ્ધ ધર્મનું પાલન કરે છે અને તેમન પર અતૂટ શ્રદ્ધા ધરાવે છે. 1949માં ચીનના આક્રમણ બાદ દલાય લામાં સાથે અમારા વડવાઓ ઉપરાંત 80 હજાર તિબેટીયન વિસ્તાર મૂકી ભારત આવ્યા હતા આ વેળાએ ભારતના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુઓ રહેવા માટે આશરો આપ્યો હતો. ત્યારથી અમે ભારતમાં દાર્જિલિંગ, ઉત્તરાખંડ, સાઉથ, હિમાચલ પ્રદેશ સહિતના સ્થળોએ રહીએ છીએ.
ભારત સરકાર દ્વારા જે મકાન અપાયા છે રહેવા માટે તે જમીનને નિવાસી તિબેટીયન સરકાર કહેવામાં આવે છે. જેનું ધર્મશાળાથી સંચાલન થાય છે.
હાલ અહીંથી બચેલા માલને હિમાચલ પ્રદેશમાં જઈને વેચશું. કારણ કે ત્યાં ઠંડા વાતાવરણને લઈને માંગ રહે છે ત્યારબાદ ઉનાળાની સીઝનમાં ચાલતા વસ્ત્રોનું પણ વેચાણ કરીએ છીએ.