ગાંધીનગરમાં બપોરે 1થી 4 દરમિયાન બાંધકામ સાઈટો પર કામ બંધ રહેશે

by JAYENDRA UPADHYAY
0 comments

ગાંધીનગર
ગાંધીનગરમાં આકરી ગરમીને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે બાંધકામ સાઈટો પર બપોરે 1થી 4 દરમિયાન કામ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. કલેક્ટર મેહુલ દવેએ ગિફ્ટ સિટી ખાતે રેવા અને શિવાલિક સહિતની વિવિધ બાંધકામ સાઈટોની મુલાકાત લીધી હતી. તેમણે શ્રમિકો સાથે વાતચીત કરી તેમની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. શ્રમિકોની સ્થિતિ જોઈને તેમણે તાત્કાલિક અસરથી આ નિર્ણય લીધો છે.

 

કલેક્ટરે બિલ્ડરોને શ્રમિકો માટે ઠંડુ પાણી, લીંબુ શરબત અને છાશની વ્યવસ્થા કરવાનું સૂચન કર્યું છે. તેમણે શ્રમિકોની સુરક્ષા માટે હેલ્મેટ સહિતના સાધનોના ઉપયોગની પણ ચકાસણી કરી હતી. માણસા, કલોલ અને દહેગામ વિસ્તારની બાંધકામ સાઈટોની મુલાકાત લેવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. કલેક્ટરની સાથે ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના નાયબ નિયામક જે.બી.બોડાત અને બીઓસી ઈન્સ્પેક્ટર એન.એન.પટેલ પણ હાજર રહ્યા હતા. જિલ્લા કલેક્ટર રજાના દિવસે પણ બાંધકામ સાઈટોની મુલાકાત લઈ રહ્યા છે. તેઓ શ્રમિકો માટે સુરક્ષાત્મક અને સુવિધાજનક પગલાંની ચકાસણી કરી રહ્યા છે.

You may also like

Leave a Comment