અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે. વડોદરાથી અમદાવાદ તરફ આવી રહેલી કાર ટેન્કરની પાછળ ઘૂસી જતાં કારમાં સવાર તમામ લોકોનાં મોત નીપજ્યાં હતાં. પોલીસ દ્વારા ચાર મૃતકની ઓળખ કરી લેવામાં આવી છે, જ્યારે અન્ય 6ની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરી છે. મૃતકો અલગ અલગ શહેરના હોવાનું સામે આવ્યું છે.અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાતા અમદાવાદનાં એક જ પરિવારનાં 5 થી વધુ લોકોનાં મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. ત્યારે અકસ્માત સર્જાયો હોવાની જાણ એક્સપ્રેસ હાઈવેની પેટ્રોલિંગ ટીમને થતા પેટ્રોલિંગ ટીમ પણ તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી હતી. તેમજ 108 ની બે એમ્બ્યુલન્સ પણ ઘટનાં સ્થળે પહોંચી ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.