ભાવનગર-અમદાવાદ હાઈવે પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં સનેસ ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે યાત્રાળુઓને અડફેટે લીધા હતા. વાહન ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો. વાહન ચાલક દ્વારા સાત યાત્રાળુઓને અડફેટે લીધા હતા. 40 યાત્રાળુઓનો સંઘ ભાવનગર આવી રહ્યો હતો. ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સનેસ ગામ નજીક અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. વાહન ચાલકે સાત યાત્રાળુઓને અડફેટે લીધા હતા. જેમાં ત્રણ યાત્રાળુઓનાં સ્થળ પર જ મોત નિપજ્યા હતા. જ્યારે ચાર યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલીક 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનાં એ સમયે બની જ્યારે 40 યાત્રાળુઓનો સંઘ ભાવનગર આવી રહ્યો હતો.
