ગુજરાતમાં હોવાનો દાવો કરનાર એક શખ્સે મુંબઈની ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કૂલના લેન્ડલાઈન નંબર પર ફોન કરીને સ્કૂલને બોંબથી ઉડાવી મૂકવાની ધમકી આપી. મંગળવારે સાંજે 4.30 વાગ્યે એક વ્યક્તિએ સ્કૂલના લેન્ડલાઇન ફોન પર ફોન કરીને કહ્યું હતું કે, ‘મેં તમારી સ્કૂલમાં ટાઇમ બોમ્બ લગાવ્યો છે’. આટલું કહ્યા બાદ ફોન કરનારે ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ ફોન કરનારે ફરીથી સ્કૂલના લેન્ડલાઇન ફોન પર ફોન કર્યો હતો અને બોંબની ધમકી દોહરાવી અને ફોન કાપી નાખ્યો.
ફોન કરનારે કહ્યું કે જો હું આવું કરીશ તો પોલીસ મને પકડી લેશે, જેલમાં પૂરી દેશે, જેના કારણે તેનું નામ સોશિયલ મીડિયા પર હશે અને તેને મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ પૂછશે. ફોન કરનારે પોતે ગુજરાતમાંથી ફોન કર્યો હોવાનો દાવો કર્યો છે.