પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘએ પશ્ચિમ-કચ્છ જીલ્લામા પ્રોહી/જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા આપેલ સૂચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.ડી.જાડેજા ભુજ વિભાગનાએ કામગીરી કરવા સૂચના કરેલ જે અન્વયે પોલીસ ઇન્સપેકટરશ્રી આર.આઇ સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ. મહિપાલસિંહ જાડેજાને મળેલ બાતમી હકિકત આધારે જયંતીલાલ રામજી ગોર ઉ.વ.૫૪ રહે- વાવ ફળીયુ નાગનાથમંદીર પાછળ સરપટ નાકા બહાર ભુજએ પોતાના કબ્જાના રહેણાક મકાનમાં પોતે તથા બહારથી ખેલીઓને જુગાર રમવા બોલાવી એક સ્ત્રી તેમજ ચાર પુરુષો એમ કુલ્લે છ જણા ગંજીપાના વડે તીનપત્તીનો રૂપીયાની હારજીતનો જુગાર રમતા રોકડા રૂ.૧૦,૪૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૫ કી.રૂ.૨૦,૫૦૦/- તથા ગંજીપાના નંગ-૫૨ કી.રૂ.૦૦/૦૦ એમ કુલ્લે કિ.રૂ.૩૦,૯૦૦/- ના મુદામાલ સાથે જુગાર રમતા છ આરોપીઓને પકડી પાડેલ છે.
મુદામાલઃ-
(૧) રોકડા રૂપીયા -૧૦,૪૦૦/-
(૨) મોબાઇલ ફોન નંગ-૦૫ કિ. ૨૦,૫૦૦/-
(૩)ગંજીપાના નંગ-૫૨ કી.રૂ.૦૦/-
(૪)એક લાઇટબીલ કી.રૂ.૦૦/૦૦
કુલ્લ કિ.રૂ.૩૦,૯૦૦/-
ઉપરોક્ત કામગીરી પોલીસ ઈન્સપેકટરશ્રી આર.આઇ.સોલંકી સાથે અને તેમના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. ઝાહીદ એમ.મલેક તથા કરણસિંહ પી.ઝાલા તથા પો.હેડ.કોન્સ. મહીપાલસિંહ એન.જાડેજા તથા પો.કોન્સ જયદેવસિંહ જાડેજા તથા જીવરાજ ગઢવી તથા યુ.પો.કોન્સ નેહલબેન પરમાર તથા જયશ્રીબેન સોલંકી આ કામગીરીમાં જોડાયેલા હતા.